Video: ગોધરાના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ

ગોધરા શહેરમાં એમજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચોરી ડામવા માટે સઘન વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના પોલનબજાર, સાતપુલ, વચલાઓઢા અને ગુહ્યા મોહલ્લા સહિતના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં વીજ વિભાગની ટીમો ત્રાટકી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલાને સાથે રાખીને આ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. એમજીવીસીએલની આ ઓચિંતી અને કડક કાર્યવાહીના પગલે સમગ્ર પંથકમાં ગેરકાયદેસર રીતે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
જાહેરાત














