Video: જાફરાબાદના મરીન પોલીસ મથક સામે અકસ્માતમાં યુવાનનું મોત

જાફરાબાદના મરીન પોલીસ મથક સામે ગત રાત્રે બાઇક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં મોટરસાયકલ સવાર યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ જાફરાબાદ સિટી અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
જાહેરાત












