Video: સાયલાના ડોળીયામાં શ્રમિકના આપઘાત કેસમાં માનસિક ત્રાસ આપનાર પિતા-પુત્રની ધરપકડ

સોર્સ: gstv

સાયલાના ડોળીયા ગામે શ્રમિક યુવક શૈલેષ કુકવાવાના આપઘાત કેસમાં પોલીસે પિતા જેઠુર ચૌહાણ અને પુત્ર જયદીપ ચૌહાણની ધરપકડ કરી છે. મૃતક શૈલેષે 20 વીઘા જમીન ત્રીજા ભાગે વાવેતર માટે રાખી હતી, જે મામલે પિતા-પુત્ર ખેતીકામ અને બોરની મોટરના કેબલ ચોરીના ખોટા આક્ષેપો કરી તેને સતત માનસિક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળી શૈલેષે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે આરોપી પુત્ર જયદીપ અગાઉ વાડીના શ્રમિકની હત્યા કેસમાં જામીન પર બહાર આવ્યો હતો. હાલ સાયલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત