મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાયલાના વેલનાથ આશ્રમના મહંત પર તલવાર વડે જીવલેણ હુમલો, સેવકોમાં ભારે રોષ!

સાયલા તાલુકાના સામતપર બોર્ડ પાસે આવેલા પ્રખ્યાત વેલનાથ આશ્રમ

તસવીર: gstv

સાયલા તાલુકાના સામતપર બોર્ડ પાસે આવેલા પ્રખ્યાત વેલનાથ આશ્રમથી એક હચમચાવી દેનારા બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. અહીં આશ્રમના મહંત ગૌસ્વામી બળદેવ ગીરી ઉપર એક અજાણ્યા શખ્સે તલવાર વડે જીવલેણ હુમલો કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોર ડોળીયા ગામનો હોવાનું બહાર આવ્યું છે, જોકે હુમલો કરવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત મહંતને ૧૦૮ મારફતે તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી તેમને સુરેન્દ્રનગર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સાયલા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ આ હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા આશ્રમના સેવકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકત્રિત થયા છે.

આ સમાચાર શેર કરો