VIDEO: સાયલાના સુદામડામાં ગેરકાયદેસર ખાણ પર પોલીસનો દરોડો, ₹૧.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત!
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાં ચા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર પથ્થર ખોદકામ પર પોલીસે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સાયલા પીઆઈ વાય.જી. ઉપાધ્યાય અને તેમની ટીમે સફળ સીઆઈડી દરોડો પાડી ૧ હિટાચી મશીન, ૨ ડમ્પર, ૨ ટ્રેક્ટર અને ૨ બોરિંગ ગાડીઓ મળી કુલ ૧.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા બાદની કાયદેસરની માપણી અને દંડાત્મક કાર્યવાહી અર્થે પોલીસ દ્વારા ખાણ-ખનીજ વિભાગની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ સંડોવાયેલા આકાઓને શોધવા પોલીસે વાહન માલિકો અને ડ્રાઈવરોના નિવેદન નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વારંવાર પોલીસ જ ખનીજ ચોરી પકડતી હોવાથી અને ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં ઝડપાતાં સ્થાનિકોમાં તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઉઠ્યા હતા.




