મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાયલાના મદારગઢમાં ગેરકાયદેસર પથ્થર ખનન પર પોલીસનો સપાટો

સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમમાં લાંબા સમયથી ધમધમતી ગેરકાયદેસર પથ્થરની ખાણ પર સુરેન

સાયલા તાલુકાના મદારગઢ ગામની સીમમાં લાંબા સમયથી ધમધમતી ગેરકાયદેસર પથ્થરની ખાણ પર સુરેન્દ્રનગર પોલીસની ટીમે આકસ્મિક દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 3 હિટાચી મશીન, 2 ડમ્પર, 1 ડ્રિલિંગ મશીન અને એક બોરિંગ ટ્રેક્ટર સહિત આશરે 2 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આ સમગ્ર મામલે  વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે, જેઓ સ્થળ પર પહોંચી ખોદકામની માપણી કર્યા બાદ આગળની દંડાત્મક કાર્યવાહી કરશે.આ ગેરકાયદેસર ખનન કોના ઇશારે અને કોની મિલીભગતથી લાંબા સમયથી ચાલતું હતું, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. ઝડપાયેલા વાહન ચાલકો અને માલિકોના નિવેદનના આધારે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે. સાથે જ, આ પ્રવૃત્તિમાં વપરાતા વિસ્ફોટકોનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો તે તપાસનો મુખ્ય વિષય બન્યો છે. આટલી મોટી માત્રામાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે સ્થાનિક તંત્ર કેમ અજાણ રહ્યું, તે પણ હવે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો