મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાલોલમાં ખનીજ માફિયાઓનો આતંક, ખાણ-ખનીજ વિભાગની ટીમ પર કર્યો હુમલો

પંચમહાલના કાલોલ તાલુકામાં ખનીજ માફિયાઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. વેજલપુ

પંચમહાલના કાલોલ તાલુકામાં ખનીજ માફિયાઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. વેજલપુર નજીક ઘુસર ગામે ગોમા નદીમાં ગેરકાયદે રેતી ખનન રોકવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓએ પાવડા અને પથ્થરો વડે હિચકારો હુમલો કર્યો છે. રેતીની હેરાફેરી રોકવા ગયેલી ટીમે જ્યારે પરમિટ વગરના ૫ ટ્રેક્ટરો ઝડપી પાડ્યા, ત્યારે ટ્રેક્ટર માલિકો અને ખનીજ માફિયાઓએ ટોળું વળી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

ગંભીર બાબત એ છે કે એક કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો હતો. હાલ બે ઈજાગ્રસ્ત કર્મચારીઓ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અધિકારીના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ સ્થળે હુમલો થયો હતો અને પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં માફિયાઓ બેફામ બન્યા છે. આ ઘટનાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વન વિભાગ અને પોલીસ હવે આ ગુનેગારો સામે કેવા કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો