નવસારીમાં લિફ્ટ તૂટી પડતાં બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ

નવસારી શહેરમાં રાશી મોલ સામે આવેલી જેટ એક્સિલન્સીની જ્વેલ એપાર્ટમેન્ટમાં રાત્રે આઠ વાગ્યાની આસપાસ લિફ્ટ તૂટી પડવાની ઘટના બની હતી. લિફ્ટમાં આઠ લોકો સવાર હતા ત્યારે બીજા માળેથી લિફ્ટ નીચે પટકાઈ હતી. આ દુર્ઘટનામાં બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેમાં એક મહિલાના પગમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે બીજી મહિલાને પણ પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. બંને મહિલાઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે અન્ય છ લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




