મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં સી.આર. પાટીલના હસ્તે વેપારીઓને નવી સ્ટીલ લારીઓ અર્પણ.

નવસારીને દેશની પ્રથમ યુનિફોર્મ મહાનગરપાલિકા બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્રીય મંત્

તસવીર: gstv

નવસારીને દેશની પ્રથમ યુનિફોર્મ મહાનગરપાલિકા બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી.આર. પાટીલના હસ્તે લુન્સીકુઈ ચોપાટીના વેપારીઓને વધુ ૪૫ નવી સ્ટીલ બોડી ધરાવતી રેંકડીઓ અર્પણ કરી છે.. અગાઉ પીએમ મોદીના આગમન વખતે અપાયેલી ૨૫ લારીઓ સાથે હવે કુલ ૭૦ વેપારીઓને આધુનિક રેંકડીઓ મળી ચૂકી છે. આ 'યુનિફોર્મ સ્ટ્રીટ ફૂડ ઝુંબેશ' અંતર્ગત સમગ્ર નવસારીમાં આશરે ૭૦૦ લારી ધારકોને એકસરખી આકર્ષક રેંકડીઓ પૂરી પાડવાનું આયોજન છે, જેથી નાગરિકોને સ્વચ્છ અને હાઇજેનિક ફૂડ મળી રહે. સાથોસાથ વેપારીઓને આર્થિક રીતે મજબૂત કરવા અને વ્યાજખોરીમાંથી મુક્તિ અપાવવા 'પીએમ સ્વનિધિ યોજના' હેઠળ રૂ. ૧૫ હજારથી ૫૦ હજાર સુધીની સરળ લોન સહાય પણ આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો