મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં અંબિકા નદીમાં ડ્રોનથી માયનિંગ ચોરીનો પર્દાફાશ

અંબિકા નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે નવસારી ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. નવસારી જિલ્લ

તસવીર: gstv

અંબિકા નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે નવસારી ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. નવસારી જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન સર્વેલન્સની મદદથી ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બીલીમોરા સ્મશાન ભૂમિ નજીક અંબિકા નદીમાં યાંત્રિક બાજ દ્વારા મોટા પ્રમાણમાં રેતી ખનન કરાતું ઝડપાયું હતું. ડ્રોન સર્વેલન્સ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમે કાર્યવાહી કરીને બે યાંત્રિક બાજ અને 11 ટ્રક સહિત કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ધોલાઈ મરીન પોલીસ મથકે ગુજરાત મિનરલ નિયમો 2017 હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો