મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં પાવર ગ્રીડના મુદ્દે ખેડૂતો નારાજ, સમાન વળતર માટે મુખ્યમંત્રીને રજૂઆત કરશે

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પાવર ગ્રીડની લાઈનોના કારણે ખેડૂતો

તસવીર: gstv

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પાવર ગ્રીડની લાઈનોના કારણે ખેડૂતોને થતા નુકસાન અને વળતરના મુદ્દે વિવાદ ગરમાયો છે. સર્કિટ હાઉસ ખાતે બંને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી અને હવે શાંતિપૂર્ણ રીતે સીધા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લામાંથી પસાર થતી પાંચમાંથી પૂર્ણ થયેલી ત્રણ અને પ્રગતિમાં રહેલી બે લાઈનો એમ તમામ માટે ૪ જુલાઈ ૨૦૨૬ના નવા પરિપત્ર મુજબ સમાન વળતરની માંગ કરાઈ છે. આ ઉપરાંત, આંબા અને ચીકુના બગીચાઓમાં થતા નુકસાન માટે મહાનગરપાલિકાના નિયમ મુજબ ડબલ વળતરની પણ અપેક્ષા છે. ખેડૂતોનો સ્પષ્ટ મત છે કે માત્ર નવી લાઈનોને જ લાભ આપવાથી ૫૮ ગામોના ૮૦ ટકા ખેડૂતો વંચિત રહેશે, જેથી સમાન ન્યાય મળવો અત્યંત જરૂરી છે.

આ સમાચાર શેર કરો