મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં બેફામ કારે બે મહિલાઓને અડફેટે લીધી

નવસારીના તિઘરા જગતનાકા વિસ્તારમાં પૂરઝડપે દોડતી કારે બે મહિલાઓને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને મહ

તસવીર: gstv

નવસારીના તિઘરા જગતનાકા વિસ્તારમાં પૂરઝડપે દોડતી કારે બે મહિલાઓને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને મહિલાઓ તિઘરાના પ્રસિદ્ધ 52 જિનાલયથી દર્શન કરીને પરત ફરી રહી હતી. કાર ચલાવી રહેલી મહિલાએ બ્રેકની જગ્યાએ ભૂલથી એક્સિલેટર દબાવી દેતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓ રસ્તા પર ફંગોળાઈને પટકાઈ હતી. ગંભીર ઇજાગ્રસ્ત મહિલાઓને આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી હતી. બે પૈકી 65 વર્ષીય વૃદ્ધાની તબિયત નાજુક જણાતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે.  

આ સમાચાર શેર કરો