Video: ગુલાબી ઠંડીમાં ગોધરાના અટલ ઉદ્યાનમાં મોર્નિંગ વોકર્સ ઉમટ્યા

ગોધરા શહેરમાં શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ ખુશનુમા વાતાવરણ વચ્ચે શહેરીજનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે અનેરી જાગૃતિ જોવા મળી રહી છે. શહેરનું પ્રખ્યાત અટલ ઉદ્યાન હાલ ફિટનેસ પ્રેમીઓનું પસંદગીનું સ્થળ બન્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વડીલો અહીં મોર્નિંગ વોક, યોગ અને વિવિધ કસરતો કરતા નજરે પડી રહ્યા છે. ઠંડીની મજા માણવાની સાથે તંદુરસ્તી જાળવવા માટે ગોધરાવાસીઓની ઉદ્યાનમાં અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી સમગ્ર વાતાવરણ સ્ફૂર્તિમય બન્યું છે.
જાહેરાત













