Video: ધોરાજી કોલેજ ગ્રાઉન્ડ બચાવવા આખું શહેર એકજૂટ, સરકારી બંગલા સામે ઉગ્ર વિરોધ

સોર્સ: gstv

ધોરાજી શહેરની મધ્યમાં આવેલા એકમાત્ર કે. ઓ. શાહ કોલેજ ગ્રાઉન્ડ પર સરકારી અધિકારીઓના ક્વાર્ટર્સ બનાવવાના ટેન્ડર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રાઉન્ડ બચાવવા માટે 'કોલેજ ગ્રાઉન્ડ બચાવો આંદોલન સમિતિ'ના નેજા હેઠળ ભાજપ, કોંગ્રેસ, આપ સહિત તમામ પક્ષો, સમાજ અને વેપારીઓ બિનરાજકીય રીતે એક મંચ પર આવ્યા છે. વિદ્યાર્થીઓના રમતગમત, વડીલોના ચાલવા અને રામનવમીના મેળા તથા ધાર્મિક આયોજનો માટે આ મેદાન મહત્વનું છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને અગ્રણી જેસુખભાઈ ઠેસિયાએ અધિકારીઓ પર સરકારને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ જન્માષ્ટમી અને ખ્વાજા સાહેબના મેળાના ગ્રાઉન્ડ નગરપાલિકાને પરત સોંપવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત