Video: થાનગઢના તરણેતર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પર ખાણખનિજ વિભાગના દરોડા, 90 લાખનો મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર સીમ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ખોદકામ પર ખાણખનિજ વિભાગે સપાટો બોલાવ્યો છે. વિભાગની ટીમે દરોડા પાડી સફેદમાટીના ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી એક હિટાચી મશીન, એક ડમ્પર, એક ટ્રેક્ટર અને એક જનરેટર સહિત અંદાજે 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પ્રાથમિક તપાસમાં રામભાઈ બાવળીયા, જકાભાઈ ખમાણી, વશરામભાઈ સારદીયા અને અમરાભાઈ બલ્યાની સંડોવણી સામે આવી છે, જેમની પાસે કોઈ સરકારી મંજૂરી નહોતી. હાલ ખોદકામ વિસ્તારની માપણી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત