Video: વડોદરાના ડેસરના દરકુડી ગામે દીપડાની લટાર, ખેડૂતોમાં ફફડાટ

સોર્સ: gstv

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના દરકુડી ગામનાં ખેતરોમાં રાત્રિના સમયે દીપડો દેખાતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેતરમાં આવેલા લીમડાના ઝાડ નીચે અવાજ થતાં ખેડૂતે બેટરી મારીને તપાસ કરતાં દીપડો નજરે પડ્યો હતો. દીપડાનો ફોટો અને મેસેજ ગામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયરલ થતાં આસપાસનાં ગામોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા બે મહિનાથી ડેસર તાલુકામાં દીપડાની અવરજવર વધી છે, જ્યારે થોડા દિવસ અગાઉ લીમડાના મુવાડા-છાલીયેર માર્ગ પર પણ દીપડો જોવા મળ્યો હતો. દીપડાને પકડવા વન વિભાગે છેલ્લા પાંચ દિવસથી વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું છે. રાત્રે ખેતરમાં પાકની રખેવાળી કરતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને દીપડાને સુરક્ષિત રીતે પકડી અન્ય વિસ્તારમાં ખસેડવાની માગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત