Video: રાજકોટમાં ASI ને પટ્ટો ઉતારવાની ધમકી આપનાર પોલીસ પુત્રની ધરપકડ કરી માફી મંગાવી

રાજકોટમાં ફરજ પરના ASI ને રોફ જમાવી પટ્ટો ઉતારી નાખવાની ધમકી આપનાર પોલીસ પુત્રને માલવિયાનગર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. વાહન સાઈડમાં રાખવાનું કહેતા મકસુદ ઓસમાણભાઈ શેખ નામનો શખ્સ ASI ભીમભાઈ સરવૈયા પર ઉશ્કેરાયો હતો. પોતે લાઈન બોય હોવાની ઓળખ આપી તેણે તું મને ઓળખતો નથી, પટ્ટા ઉતરાવી દઈશ તેવી ધમકી આપી હતી, જેના જવાબમાં ASI એ પટ્ટો કાઢી તેના હાથમાં આપી દીધો હતો. આ મામલે ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપી મકસુદ શેખની ધરપકડ કરી તેની પાસેથી માફી મંગાવી કડક કાર્યવાહી કરી છે.
જાહેરાત
















