Video: દાહોદ-ઇન્દોર હાઈવે પર કાર અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

દાહોદ-ઇન્દોર હાઈવે પર બે કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ખોટી દિશામાંથી પૂરઝડપે આવી રહેલી કારે અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં બંને કારને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માતમાં કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવા બંને અકસ્માતગ્રસ્ત કારને રસ્તાની સાઈડમાં ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત














