Video: ફતેહગઢ સાહિબમાં સરહિંદ નજીક હાઈવે પર બસ-ટ્રક અકસ્માત, શ્રદ્ધાળુઓ ભરેલી બસ અથડાતા 1નું મોત, 14 ઘાયલ

સોર્સ: gstv

પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં સરહિંદ નજીક દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો . આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું , જ્યારે બસમાં સવાર 14 લોકો ઘાયલ થયા હતા . અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા , જ્યાં કેટલાક ઘાયલોની સ્થિતિ અંગે તબીબો દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી . અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરી અને ટ્રાફિકની અસર જોવા મળી હતી. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી અકસ્માતના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી હતી .

આ સમાચાર શેર કરો

જાહેરાત