Video: દિલ્હીમાં ટોયોટાના વરિષ્ઠ અધિકારીઓએ નવી કાર અંગે આપી માહિતી

દિલ્હીમાં ટોયોટાની નવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ટોયોટા કિર્લોસ્કરના કન્ટ્રી હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કોર્પોરેટ અફેર્સ વિક્રમ ગુલાટી તથા કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સબરીમનોહર ઉપસ્થિત રહ્યા હતા. નવી કારના લોન્ચિંગ પ્રસંગે કંપનીના પ્રતિનિધિઓએ વાહનની વિશેષતાઓ, ટેક્નોલોજી અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં કંપનીની ભાવિ યોજનાઓ અંગે વાત કરી હતી. ભારતીય કાર બજારમાં ગ્રાહકોની બદલાતી પસંદગી અને આધુનિક સુવિધાઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નવી કાર રજૂ કરવામાં આવી છે.
જાહેરાત













