Video: પુણેમાં બેફામ ટ્રકનો કહેર, કારને ટક્કર બાદ વિદ્યાર્થીઓને અડફેટે લેતા 3ના મોત, 2 ઘાયલ

સોર્સ: gstv

મહારાષ્ટ્રના પુણેમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી , જેમાં બેફામ ગતિએ આવી રહેલા ટ્રકે કારને ટક્કર મારી હતી અને ત્યારબાદ બસ સ્ટોપ પર ઊભેલા વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. આ કરુણ દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હોવાની વિગતો મળી હતી , જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા અકસ્માત સર્જાતા સ્થળ પર અફરાતફરી અને શોકનો માહોલ સર્જાયો હતો, જ્યારે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત