Video: ઉચ્છલ-નિઝર હાઈવે પર કાર-ટ્રાવેલ્સ ટક્કરમાં બે યુવકોના મોત, એક ઈજાગ્રસ્ત

સોર્સ: gstv

મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રાવેલ્સ બસ અને સુરતથી પરત ફરી રહેલી કાર વચ્ચે રાયગઢ ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં મહારાષ્ટ્રના પંડિત દેવરે અને કૃષ્ણ શિરસાથનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઋષિકેશ બોરસે નામના યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે. અકસ્માતની જાણ થતા જ નિઝર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત