Video: રાજકોટના જય એપાર્ટમેન્ટમાં ત્રીજા માળેથી પટકાતાં 24 વર્ષીય યુવકનું મોત

રાજકોટના જંક્શન વિસ્તારમાં આવેલા જય એપાર્ટમેન્ટમાં ત્રીજા માળેથી પટકાતાં 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકે આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના બની છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત















