Video: રાજકોટના મોરબી રોડ પર પત્નીની હત્યા કરનાર આરોપી પતિને પોલીસે ઝડપી પાડ્યો

સોર્સ: gstv

રાજકોટના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં પત્નીની હત્યા કરનાર 55 વર્ષીય પતિ પ્રવીણભાઈ પરસોંડાને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ગત 20 નવેમ્બરના રોજ આરોપીએ મારવાડી યુનિવર્સિટીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પત્ની શારદાબેનના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા કર્યા બાદ આરોપી પોતે ઝેરી દવા પીને નાસી છૂટ્યો હતો. ઘટના બાદ બી ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીને અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા અને ઘરકંકાસના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત