Video: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાસની ગંભીર બીમારીના દર્દીઓ માટે 10 બેડનું રેસ્પિરેટરી ICU શરૂ કરાયું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાસની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે 10 બેડનું નવું રેસ્પિરેટરી આઈસીયુ શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ન્યૂરો મેડિસિન અને ન્યૂરો સર્જરીના આઈસીયુ શરૂ થયા બાદ હોસ્પિટલમાં કુલ આશરે 175 આઈસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ થશે. આ નવા વોર્ડમાં સોનોગ્રાફી, ઈકો કાર્ડિયોગ્રાફી, કાર્ડિયાક ડિફિબ્રિલેટર, કાર્ડિયાક મોનિટર, 20 સિરિંજ પંપ, એબીજી મશીન અને ઈમરજન્સી ટ્રોલી સહિતના અત્યાધુનિક સાધનો તેમજ પૂરતો નર્સિંગ સ્ટાફ તૈનાત કરાયો છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર પાછળ દર્દીઓને પ્રતિદિન 25 થી 30 હજાર રૂપિયા સુધીનો મોટો ખર્ચ થતો હોય છે, પરંતુ હવે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને આ મોંઘી અને આધુનિક સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે મળી રહેશે.
જાહેરાત













