Video: બામણવેલ પાસે હનુમાનજી મંદિર તોડવાની નોટિસ સામે કોંગ્રેસનો વિરોધ આંદોલનની ચીમકી

સોર્સ: gstv

નવસારીના ચીખલી તાલુકાના બામણવેલ પાસે હનુમાનજીના મંદિરને R&B દ્વારા તોડવાની નોટિસ અપાયાનો દાવો સામે આવ્યો છે. વૈકલ્પિક જગ્યા કે વ્યવસ્થા ઊભી કર્યા વિના મંદિર તોડવાના પ્રયાસ સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં 200 થી વધુ મંદિરો તોડી પાડ્યા હોવાનો ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે. મંદિર તોડવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરશે તેવી સ્પષ્ટ ચીમકી અપાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત