Video: વાંસદાના કેળકચ્છમાં 12 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો વન વિભાગની કવાયત શરૂ

સોર્સ: gstv

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે અંધારામાં ઘરની બહાર નાહવા બેઠેલી 12 વર્ષની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનેલી બાળકી માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળતા સમગ્ર પંથકમાં ભય અને ચકચાર મચી ગઈ છે. ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે વાંસદા હોસ્પિટલ ખસેડાઈ છે અને વન વિભાગે દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે. છેલ્લા બે મહિનામાં વાંસદામાં બાળક પર દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત