Video: રાજકોટમાં શાળાઓ શરૂ થતાં જ ફાયર વિભાગનું ચેકિંગ, 399 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ

સોર્સ: gstv

રાજકોટમાં શાળાઓ શરૂ થતાની સાથે જ મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધર્યું છે. વોર્ડ નંબર 17માં આવેલી શ્રી જ્ઞાનધારા વિદ્યામંદિર ખાતે ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. રાજકોટ ફાયર વિભાગ દ્વારા અગાઉ 399 જેટલી શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસીસના સંચાલકોને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ બાદ ફાયર સેફ્ટીનાં સાધનોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તેની ખરાઈ કરવા ચેકિંગ હાથ ધરાયું છે. શૈક્ષણિક સંસ્થાઓમાં આગ જેવી દુર્ઘટના સમયે સુરક્ષિત વ્યવસ્થા ઉપલબ્ધ હોય તે માટે ફાયર વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત