Video: પાટણના રાધનપુરમાં જ્વેલર્સમાંથી લાખોની ચોરી, તસ્કરો સક્રિય

સોર્સ: gstv

પાટણ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરો સક્રિય બન્યા છે. હારીજ બાદ હવે રાધનપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. રાધનપુરના સોની બજારમાં આવેલા પીઠેશ્વરી જ્વેલર્સને નિશાન બનાવી તસ્કરોએ રાત્રી દરમિયાન હાથફેરો કર્યો હતો. તસ્કરો જ્વેલર્સમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રાધનપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત