અમદાવાદ પોલીસમાં 8 પીઆઈની આંતરિક બદલી, જાણો કરાઈ નિમણૂંક

અમદાવાદ શહેર પોલીસ બેડામાં 8 પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરહિતમાં આ બદલીના હુકમો જારી કરવામાં આવ્યા છે, જેમાં EOW, સાયબર ક્રાઇમ, SOG, ક્રાઇમ બ્રાન્ચ તેમજ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે.
તાત્કાલિક છૂટા-હાજર થવાના આદેશ
જાહેરાત
બદલી પામેલા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને સંબંધિત અધિકારીઓ દ્વારા નવી નિમણૂકના સ્થળે તાત્કાલિક છૂટા અને હાજર કરવાની સૂચના આપવામાં આવી છે, તેમજ તેની જાણ પોલીસ કમિશનર કચેરીને કરવાની રહેશે. આ ફેરબદલી હેઠળ ખોખરા, નરોડા-II, કૃષ્ણનગર, SC/ST સેલ-2, કાલુપુર, EOW અને ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે અધિકારીઓની અદલાબદલી કરવામાં આવી છે.
જાહેરાત














