Video: ડુંગળીના ભાવમાં સતત ઘટાડો, ખેડૂતોની સરકાર પાસે પ્રતિ 20 કિલોના 500 રૂપિયાની માગ

સોર્સ: gstv

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતોની ચિંતા વધી છે. શરૂઆતમાં પ્રતિ 20 કિલોના 800 રૂપિયા સુધી ભાવ મળતાં ખેડૂતોમાં ત્રણ વર્ષના નુકસાનની ભરપાઈ થવાની આશા જાગી હતી, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ ડુંગળીના ભાવ પ્રતિ 20 કિલોના 200થી 500 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. ખેડૂતોની માગ છે કે સરકાર ડુંગળીના ભાવ પ્રતિ 20 કિલોના ઓછામાં ઓછા 500 રૂપિયા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરે. જો ભાવમાં આવી જ રીતે ઘટાડો ચાલુ રહેશે તો ખેડૂતોને ફરી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખે પણ સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત