Video: મોંઘવારીનો માર: એક વર્ષમાં 13 ખાદ્ય ચીજો મોંઘી, ડુંગળીના ભાવ બમણા અને તેલ-ખાંડે બગાડ્યું રસોડાનું બજેટ

દેશમાં વધી રહેલી મોંઘવારીએ સામાન્ય માણસના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં 13 જેટલી જરૂરી ખાદ્ય ચીજો મોંઘી થઈ છે, જેમાં ડુંગળીના ભાવ 98% વધીને બમણા થઈ ગયા છે અને ખાંડ 31% મોંઘી થઈ છે. આ ઉપરાંત અનાજ, કઠોળ તેમજ સરસવ, સોયા અને સૂર્યમુખી સહિતના તમામ ખાદ્ય તેલના ભાવમાં 15% થી વધુનો તોતિંગ વધારો ઝીંકાયો છે. નબળું ચોમાસું, પાકને નુકસાન અને આંતરરાષ્ટ્રીય બજારની અસરને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જોકે, ચોતરફી મોંઘવારી વચ્ચે બટાકા અને ટામેટાંના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને નજીવી રાહત મળી છે.
જાહેરાત











