સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન 7 ડિસેમ્બર સુધી લંબાવાઈ, ઉત્તર ભારતનાં ધાર્મિક સ્થળોએ જતાં મુસાફરોને રાહત

સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન 7 ડિસેમ્બર સુધી લંબાવાઈ, ઉત્તર ભારતનાં ધાર્મિક સ્થળોએ જતાં મુસાફરોને રાહત
તસવીર: Google
આ સમાચાર સાંભળો

અમદાવાદથી હરિદ્વાર સહિત ઉત્તર ભારતનાં તીર્થસ્થળોએ ફરવા જતા મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા જનહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી-હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. અગાઉ આ ટ્રેન નવેમ્બર સુધી જ દોડાવવાનું આયોજન હતું, પરંતુ હવે તેને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી ધાર્મિક સ્થળોએ દર્શન અને પ્રવાસનું આયોજન કરતા મુસાફરોને વધારાની સુવિધા મળશે.

ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ: જે અગાઉ 23 નવેમ્બર, 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેના ફેરા હવે 7 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ: જે અગાઉ 24 નવેમ્બર, 2026 સુધી દોડવાની હતી, તેને હવે 8 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

ઉત્તર ભારતનાં ધાર્મિક અને પર્યટન સ્થળોએ જવા ઇચ્છતા મુસાફરોને રાહત

જાહેરાત

આ ટ્રેનના ફેરા લંબાવવાથી હરિદ્વાર ઉપરાંત ઋષિકેશ સહિત ઉત્તર ભારતનાં અન્ય ધાર્મિક અને પર્યટન સ્થળોએ જવા ઇચ્છતા મુસાફરોને ફાયદો થશે. ખાસ કરીને શિયાળાની સિઝનમાં તીર્થયાત્રા અને પ્રવાસનું આયોજન કરતા લોકોને રેલવેની આ સુવિધાથી રાહત મળશે. એ જ રીતે, હાલમાં હરિદ્વાર તરફ ગયેલા લોકોને પણ પરત ફરવા માટે ટ્રેનની સુવિધા મળી રહેશે.

ટ્રેન નંબર 09425ના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ તમામ પીઆરએસ (PRS) કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસી (IRCTC)ની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. મુસાફરો ટિકિટ બુક કરાવીને આ વધારાની સુવિધાનો લાભ લઈ શકશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત