અમદાવાદથી UP-બિહાર માટે બે વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, જાણો રૂટ અને ટાઈમટેબલ

અમદાવાદથી UP-બિહાર માટે બે વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, જાણો રૂટ અને ટાઈમટેબલ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને સાબરમતીથી મુઝફ્ફરપુર અને અમદાવાદથી ગોરખપુર માટે વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે

•    ટ્રેન નંબર 09453 સાબરમતી–મુઝફ્ફરપુર વન-વે સ્પેશિયલ (વિશેષ ભાડા પર)

જાહેરાત

ટ્રેન નંબર 09453 સાબરમતી–મુઝફ્ફરપુર વન-વે સ્પેશિયલ 20 નવેમ્બર, 2026 (શુક્રવાર)ના રોજ સાબરમતીથી સાંજે 17:50 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે રવિવારે સવારે 03:50 કલાકે મુઝફ્ફરપુર પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, ભટની, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે.

•    ટ્રેન નંબર 09429 અમદાવાદ–ગોરખપુર વન-વે સ્પેશિયલ (વિશેષ ભાડા પર)

ટ્રેન નંબર 09429 અમદાવાદ–ગોરખપુર વન-વે સ્પેશિયલ 21 નવેમ્બર, 2026 (શનિવાર)ના રોજ અમદાવાદથી રાત્રે 01:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે રવિવારે સવારે 06:45 કલાકે ગોરખપુર પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનો પર રોકાશે.

કોચની સંરચના:

ટ્રેન નંબર 09453 સાબરમતી–મુઝફ્ફરપુર અને ટ્રેન નંબર 09429 અમદાવાદ–ગોરખપુર વન-વે સ્પેશિયલમાં સ્લીપર તેમજ સામાન્ય શ્રેણીના કોચ જોડવામાં આવશે.

ટિકિટ બુકિંગ:

•    ટ્રેન નંબર 09453 સાબરમતી–મુઝફ્ફરપુર વન-વે સ્પેશિયલ: આ ટ્રેનનું રિઝર્વેશન તાત્કાલિક અસરથી તમામ પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો પર શરૂ થઈ ગયું છે.
•    ટ્રેન નંબર 09429 અમદાવાદ–ગોરખપુર વન-વે સ્પેશિયલ: આ ટ્રેનનું રિઝર્વેશન 20 નવેમ્બર, 2026ના રોજ સવારે 08:00 કલાકથી તમામ પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો પર શરૂ થશે.

ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in  પર મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત