Video: રાજુલાના કોવાયામાં અલ્ટ્રાટેક યાર્ડમાં ધાડનો ભેદ ઉકેલાયો, 6 આરોપી ઝડપાયા, 11.24 લાખનો મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

રાજુલાના કોવાયા સ્થિત અલ્ટ્રાટેક કંપનીના યાર્ડમાં બનેલી ધાડની ઘટનાનો ભેદ મરીન પીપાવાવ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને 1 લાખ 17 હજાર રૂપિયાની કિંમતના કોપર કેબલની લૂંટ-ધાડ ચલાવી હતી. પોલીસ તપાસમાં રાજુલા અને જાફરાબાદ પંથકના 6 શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે તમામને ઝડપી પાડ્યા છે. આ સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી કાર, ટ્રેક્ટર, બાઈક અને કેબલ કટર સહિત કુલ 11 લાખ 24 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મરીન પીપાવાવ પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સામેલ અન્ય 5 ફરાર આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે..

આ સમાચાર શેર કરો

જાહેરાત