Video: જૂનાગઢના ભવનાથમાં કિન્નર અખાડાના સાધુ પર હુમલાનો આક્ષેપ, અન્ય માતાજી ઘાયલ, પોલીસ તપાસ શરૂ

જૂનાગઢના ભવનાથ સ્થિત અખાડામાં ભજન સંધ્યા દરમિયાન કિન્નર અખાડાના કિન્નર સાધુ સ્વીટુ માસી પર હુમલાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પરિક્રમા અને પૂનમ બાદ અન્નક્ષેત્ર ચલાવવા મામલે થયેલી બોલાચાલી બાદ અખાડામાંથી હકાલપટ્ટી કરાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શિવગીરીએ ગુરુ હરિગીરી વિરુદ્ધ અભદ્ર ભાષા બોલી ગદા વડે હુમલો કર્યાનો આક્ષેપ છે, જ્યારે સાધુના વેશમાં આવેલા શખ્સો પાસે તલવાર હોવાની પણ વાત છે. આ હુમલામાં અન્ય એક માતાજી ગંભીર રીતે ઘાયલ થયા છે. બૂમાબૂમ થતાં સાધુ-સેવકો દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. 112 પર જાણ થતાં ભવનાથ પોલીસ પહોંચી હતી અને ફરાર આરોપીને ઝડપવા ટીમો કામે લગાડી છે.
જાહેરાત














