Video: તમિલનાડુના ત્રિચીમાં નાની ડુંગળીના ભાવ છેલ્લા ૨૦ વર્ષની સર્વોચ્ચ સપાટીએ: જથ્થાબંધ ભાવ ૧૮૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા

સોર્સ: gstv

દિવાળી દરમિયાન નાની ડુંગળીનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો ૧૮૦ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો, જ્યારે છૂટક બજારમાં ભાવ પ્રતિ કિલો ૨૦૦ રૂપિયા સુધી નોંધાયા હતા. પેરામ્બાલુર થુરાયુર અને નામાક્કલ જેવા વિસ્તારોમાંથી ત્રિચી બજારમાં આવક ઘટીને માત્ર ૫૦ ટન પ્રતિદિન થઈ ગઈ છે. જોકે, દિવાળી બાદ ભાવમાં થોડો ઘટાડો થતાં હાલ જથ્થાબંધ ભાવ ૧૫૦ રૂપિયા આસપાસ ચાલી રહ્યા છે, જ્યારે છૂટક વેપારીઓના માર્જિનને કારણે ગ્રાહકોએ વધુ ૧૦થી ૨૦ રૂપિયા ચૂકવવા પડે છે. રાહતના સમાચાર એ છે કે આગામી જાન્યુઆરી મહિના પછી ડુંગળીનો નવો પાક બજારમાં આવવાની અપેક્ષા છે, જે બાદ ભાવ ઘટીને ૫૦ રૂપિયા પ્રતિ કિલોથી નીચે આવી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત