Video: તમિલનાડુના તિરુવન્નામલાઈમાં પ્રસિદ્ધ કાર્તિગાઈ દીપમ ઉત્સવનો પ્રારંભ થશે

તમિલ મહિના કાર્તિગાઈ દરમિયાન યોજાતા આ મહાઉત્સવને લઈને દેશભરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, તમિલનાડુ તેમજ દેશના અન્ય ભાગોમાંથી 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ દસ દિવસીય ઉત્સવમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે. ઉત્સવના અંતિમ ચરણમાં ગર્ભગૃહની સામે ભરણી દીપમ પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ સાંજના સમયે મંદિરની પાછળ આવેલી 2 હજાર 668 ફૂટ ઊંચી પર્વત ટેકરી પર ભવ્ય મહા દીપમ પ્રગટાવવામાં આવશે, જેના દિવ્ય દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ ધાર્મિક આયોજનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.
જાહેરાત








