Video: તમિલનાડુના ઉટી અને નીલગિરિસમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ, 5.9 ડિગ્રી તાપમાનથી જનજીવન પ્રભાવિત

તમિલનાડુના પ્રખ્યાત પર્યટન સ્થળ ઉટી અને સમગ્ર નીલગિરિસ પર્વતીય વિસ્તારમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તાપમાનમાં અચાનક મોટો ઘટાડો નોંધાતા લઘુત્તમ તાપમાન 5.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. કાતિલ ઠંડી અને ભારે હિમવર્ષા જેવી સ્થિતિને કારણે વહેલી સવારે મેદાનો, વાહનો અને ચાના બગીચાઓ પર બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળી હતી. આકરી ઠંડીને પગલે સ્થાનિક લોકોનું સામાન્ય જનજીવન ખોરવાયું છે અને લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ, પ્રવાસીઓ આ ખુશનુમા અને ઠંડાગાર વાતાવરણનો આનંદ માણતા પણ નજરે પડ્યા હતા.
જાહેરાત














