Video: તમિલનાડુના મયિલાદુથુરાઈમાં કાવેરી નદીનું પાણી ન પહોંચતા હજારો ભક્તોએ બોરવેલના પાણીથી તીર્થવારી ઉત્સવ ઉજવ્યો

સોર્સ: gstv

તમિલનાડુના મયિલાદુથુરાઈ સ્થિત તુલા કટ્ટમ ખાતે પ્રખ્યાત અયપ્પસી કડાઈમુગા તીર્થવારી ઉત્સવમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, આ વર્ષે કાવેરી નદીનું પાણી મયિલાદુથુરાઈ સુધી ન પહોંચી શકવાના કારણે નદીનો પટ સૂકો જોવા મળ્યો હતો, જેથી ભક્તોની ધાર્મિક લાગણી અને પરંપરા જળવાઈ રહે તે માટે સ્નાન ઘાટ પર બોરવેલના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ ભક્તોએ બોરવેલના પાણીમાં પવિત્ર ડૂબકી લગાવીને વિધિવત પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત