Video: બદરીનાથ ધામમાં ભારે હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો

સોર્સ: gstv

ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ બદરીનાથ ધામમાં શિયાળાની શરૂઆત સાથે જ હિમવર્ષાનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ભગવાન બદરીવિશાલના મંદિરના કપાટ શિયાળા માટે બંધ થવાના એક દિવસ પહેલાં જ સમગ્ર ધામ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. રવિવારે વહેલી સવારથી શરૂ થયેલી ભારે હિમવર્ષાના કારણે મંદિર પરિસર, આસપાસના પહાડો, મકાનો, દુકાનો અને હોટલો બરફથી ઢંકાઈ ગયા છે. 16 નવેમ્બરે રાત્રે 9 વાગ્યાને 37 મિનિટે ભગવાન બદરીવિશાલના કપાટ શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવશે. બીજી તરફ, કડકડતી ઠંડી અને સતત થઈ રહેલી હિમવર્ષા છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત