Video: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે ચેન્નાઈમાં 108 ઇમરજન્સી સેવા કેન્દ્રની કરી ઓચિંતી મુલાકાત

સોર્સ: gstv

તમિલનાડુમાં સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી સી. જોસેફ વિજય એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આજે તેમણે ચેન્નાઈના તેનામપેટે સ્થિત ડીએમએસ કેમ્પસ ખાતે ધમધમતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ઇમરજન્સી કોલ્સ રિસીવ કરવાની પદ્ધતિ, એમ્બ્યુલન્સના રિસ્પોન્સ ટાઈમ અને તૈનાત સ્ટાફની કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દર્દીઓ સુધી ઝડપથી તબીબી સહાય પહોંચાડવા અને હેલ્પલાઈન સેવાને વધુ સઘન બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા અને સૂચનાઓ પણ આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત