Video: ભૂસ્તર વિજ્ઞાન કચેરીમાં કર્મચારીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સોર્સ: gstv

રાજકોટના બહુમાળી ભવનમાંથી આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા 60 વર્ષીય પ્રભાબેન સરવૈયા નામના મહિલા પટ્ટાવાળાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. તેમણે ભૂસ્તર શાસ્ત્રીની ચેમ્બરમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ આપઘાત પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે, જેને લઈને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત