Video: શિનોરના મીંઢોળમાં પાવર પ્લાન્ટ માટે જમીન સંપાદન અને માપણીનો ખેડૂતો દ્વારા સખત વિરોધ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મીંઢોળ ગામમાં પાવર પ્લાન્ટ માટે જમીન સંપાદન અને માપણીની પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા 2 X 800 મેગાવોટનો કોલસા આધારિત સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ સ્થાપવા જમીન સંપાદનની હિલચાલ ચાલી રહી છે. આજે જમીન માપણી માટે હાજર રહેવાની નોટિસ મળતા ખેડૂતો નારાજ થયા હતા અને શિનોર તાલુકા સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી અને મંજૂરી વિના માપણી ન કરવા રજૂઆત કરી છે. અગાઉ કલેક્ટર અને પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆતો કરાઈ છે.
જાહેરાત







