Video: વડોદરાના જરોદ પાસે ATSની કાર્યવાહી, AK-47 સાથે આસામનો શખ્સ ઝડપાયો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામ પાસે ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરીને આસામના મોહમ્મદ શહરૂલ ઈસ્લામ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશથી બસ મારફતે આવી રહેલા આ શખ્સને જરોદ બસ સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે. તેની પાસેથી ઓટોમેટિક AK-47 રાઇફલ, જીવતા કારતૂસ અને શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું હોવાની માહિતી સામે આવી છે. ATS આરોપીને વધુ તપાસ માટે લઈ ગઈ છે અને ગુજરાતમાં કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિનું કાવતરું હતું કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. બીજી તરફ, જરોદના સરપંચ રૂપેશભાઈ સોલંકીએ ATSની કામગીરીને બિરદાવી છે.
જાહેરાત















