Video: રાજકોટમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી, પરસોત્તમ રૂપાલાના વિપક્ષ પર આકરા પ્રહાર

સોર્સ: gstv

રાજકોટની આત્મીય કોલેજ ખાતે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી પર બંધારણ રાખી સન્માનભેર રેલી કાઢી હતી અને વડાપ્રધાન બન્યા બાદ દેશભરમાં ઉજવણી થઈ રહી છે. શપથ સમયે બંધારણ હાથમાં રાખવાના ટ્રેન્ડ પર કટાક્ષ કરતા રૂપાલાએ જણાવ્યું કે કટોકટી લાદી અવાજ દબાવનારા અને નવજીવન પ્રેસમાં રેડ કરનારા લોકો આજે બંધારણની વાતો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત