Video: કરજણ સેવાસદનમાં પિચકારીઓથી સ્વચ્છતાના બોર્ડની ઐસીતૈસી

વડોદરાના કરજણ તાલુકા સેવાસદનમાં સ્વચ્છતાના અભિયાનના ધજાગરા ઊડતા જોવા મળી રહ્યા છે. સેવાસદનના પ્રવેશદ્વાર પર સ્વચ્છતાના સ્લોગન અને ગંદકી કરનાર સામે 500 રૂપિયાના દંડના બોર્ડ લગાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક્તા તદ્દન અલગ છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની બારીઓ બહાર જ પાન-મસાલાની લાલ પિચકારીઓથી ઓટલા રંગાયેલા જોવા મળી રહ્યા છે. એક તરફ સરકાર સ્વચ્છતાનો સંદેશ આપી રહી છે, ત્યારે ખુદ સેવાસદનમાં જ આવી ગંદકી થતી હોવાથી કામ અર્થે આવતા અરજદારોને શું શિખામણ મળશે તેવા સવાલો ઊઠી રહ્યા છે. તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
જાહેરાત











