Video: થાનગઢના જામવાળીમાં 70.61 લાખનો ખનિજ ચોરીનો મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

થાનગઢ તાલુકાના જામવાળી ગામે સરકારી સર્વે નંબર 105ની જમીનમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર કોલસાનું ખનન અને વહન ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ચોટીલા નાયબ કલેક્ટરે દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોલસા ભરેલું ડમ્પર, લોડર મશીન, જનરેટર સહિત બે ટ્રેક્ટર અને 125 મેટ્રિક ટન કોલસો જપ્ત કરાયો છે. ઉપરાંત 13 ગેરકાયદેસર કોલસાના કુવા પણ જપ્ત કરાયા છે. કુલ રૂ. 70,61,000નો મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરીએ ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં વાહનો જલાભાઈ અને જીવણભાઈ અલગોતરના હોવાનું તથા ખનન રાજુભાઈ ભરવાડ કરાવતા હોવાનું ખુલ્યું છે, જે મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત