Video: ખાંડના ઓછા ઉત્પાદનની આશંકા, કેન્દ્ર સરકારે 10 લાખ ટન ડ્યૂટી ફ્રી આયાતની મુદત લંબાવી

દેશમાં ખાંડના ઓછા ઉત્પાદનની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે 10 લાખ ટન ખાંડની ડ્યૂટી ફ્રી આયાતની મુદત ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 31 ડિસેમ્બર 2026 સુધીની મુદત હવે 31 માર્ચ 2027 સુધી લંબાવવામાં આવી છે, જેથી દેશમાં ખાંડનો પૂરવઠો જળવાઈ રહે અને ભાવવધારો અટકાવી શકાય. અલ નીનો અને ઓછા વરસાદને કારણે વર્ષ 2026-27માં દેશનું ખાંડ ઉત્પાદન 2.75થી 2.80 કરોડ ટન રહેવાનો અંદાજ છે, જ્યારે વાર્ષિક માંગ 2.90 કરોડ ટન છે. ગુજરાતમાં પણ ખાંડના ઉત્પાદનમાં અંદાજે એક લાખ ટનનો ઘટાડો થવાની આશંકા છે. ખેડૂત આગેવાન જયેશ ડેલાડના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30 હજાર એકર જમીનમાં શેરડીનું વાવેતર ઘટ્યું છે. શેરડીના ભાવ, ઓછો વરસાદ અને શહેરીકરણને કારણે ખેડૂતો શેરડીની ખેતીથી વિમુખ થઈ રહ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે.
જાહેરાત













