વડોદરામાં ATS નો મોટો સપાટો: કારમાંથી AK-47 અને 20+ કારતૂસ સાથે આસામનો શખ્સ ઝડપાયો

ગુજરાતના વડોદરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSની ટીમે જરોદ બસ સ્ટેશન નજીક ચાલુ ગાડીને આંતરીને તપાસ કરતાં તેમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા.
ATSએ જરોદ બસ સ્ટેશન પાસેથી એક વ્યક્તિને દબોચી લીધો
આ ઓપરેશન દરમિયાન ATSએ જરોદ બસ સ્ટેશન પાસેથી એક વ્યક્તિને દબોચી લીધો છે. ધરપકડ કરાયેલો આરોપી જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આરોપી મૂળ આસામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે અને તેની પાસેથી AK-47 ઉપરાંત 23 જીવતા કારતૂસ પણ જપ્ત કરાયા છે. આરોપી આ હથિયારો ક્યાંથી મેળવ્યા હતા અને રાજ્યમાં કોને સોંપવાનો હતો, તે અંગે ATSએ ઊંડી પૂછપરછ અને આગળની તપાસ શરૂ કરી છે.
જાહેરાત
















